AroundMaps Logo
Search
Add Listing

About Shree Annapurna Dham, Adalaj

સમસ્ત લેઉવા પાટીદાર સમાજ ના આરાધ્ય દેવી માં અન્નપૂર્ણા.

Tags

Description

"માં અન્નપૂર્ણા એટલે એક કણમાંથી સો કણ ઉત્પન્ન કરનાર શક્તિ"
સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર કુદરતી દેન એવા પંચતત્વો આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુની અનુભૂતિ ધ્વારા અડાલજ ખાતે આપણા આરાધ્ય દેવી "માં અન્નપૂર્ણા" ના મંદિરની સાથે સાથે ઉચ્ચ અભ્યાસ કરતાં આપણા યુવા વર્ગને અભ્યાસ કરવામાં અનુકુળતા રહે અને રહેવાની સગવડતા મળે તે માટે શૈક્ષણિક હેતુલક્ષી અદ્યતન પ્રકારના છાત્રાલય નું ભવ્ય નિર્માણ કરવા માટે આપણા લેઉવા પાટીદાર સમાજના આગેવાનોએ મળી "અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ" ની સ્થાપના કરેલ છે.
આ હેતુને પાર પાડવા માટે અડાલજ ગામના લેઉવા પાટીદારોએ 4500 ચો. વાર જમીન "માં અન્નપૂર્ણા" નું મંદિર બનાવવા ભૂમિદાન પેટે આપવાની જાહેરાત કરેલ છે જે એક આપણી લેઉવા પાટીદારોની ઉદારતાના દર્શન થાય છે. આપશ્રી જયારે સમગ્ર લેઉવા પાટીદાર સમાજના શુભચિંતક તરીકે કાર્ય કરી રહ્યા છો ત્યારે આપને વિદિત થાય કે આ ભગીરથ કાર્યમાં આપનાથી બને તેટલો સાથ અને સહકાર આપીએ અને આ શુભ કાર્ય ને આગળ વધારીએ.

Map

Add Reviews & Rate item

Your rating for this listing :

Help Us to Improve :